સમાચારપત્ર માં બદલાવની જરૂર ?
બીજા
વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે નાગાસાકી અને હિરોશીમાં ટાપુ ઉપર અણુબોમ્બ ફેંકવામાં
આવ્યો ત્યારે જાપાન આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યું અને એ આઘાત માંથી બહાર નીકળવા
માટે બધા સમાચાર પત્રોના તાન્ર્ત્રીઓએ ભેગા થઈને નિર્ણય લીધો કે જાપાન માં બહાર
પડતા દરેકેદરેક અખબાર ના પ્રથમ પાને પ્રેરનાત્મક અને હકારત્મક લેખો કે વાર્તા
છાપવી અને એ લેખોએ એમનામાં એવો રંગ પૂર્યો કે તેઓ આજ દુનિયાના શ્રેષ્ઠ દેશોમાના એક
છે. એટલે કે અણુબોમ્બ દેશની ભૌગોલીક્તાને નુકશાન પહોંચાડી શકે, માનસિકતાને નહિ.
તો, જો સમાચારપત્રો ખરા અર્થ માં સમ્ + આચાર બને, ન કે દુરા + આચાર, ત્યારે અને
ત્યારે જ આપણી પ્રજા માનસિક ગુલામી માંથી મુક્ત બનીને ખરા અર્થમાં વિકાસ કરી શકશે.
ન્યાયતંત્ર માં બદલાવની જરૂર ?
કોઈપણ
દેશના વિકાસમાં પાયો હોય તો એ કે દેશનું ન્યાયતંત્ર. આપણા ન્યાયતંત્ર માં ન્યાય
માપવાના ત્રાજવામાં મુકાતા સબુતોરૂપી માંપિયા જ ઘણીવાર ખોટા હોય છે. આપણા દેશનું
ન્યાયતંત્ર સત્યસંગત કરતા તર્કસંગત વધારે છે.ખરેખર સત્યરૂપી પ્રકાશ એ તર્કરૂપી બુદ્ધિને ઓગાળી
દેતું હોય છે. પરંતુ આપણા ન્યાયતંત્રમાં LLB કે LLM ની Marksheets કે તર્ક આધારિત
પરીક્ષાઓના આધારે ન્યાયાધીશોની નિમણુંક થાય છે , ન કે સત્યના અનુભવના આધારે. રાજા
ભોજ, રાજા વિક્રમાદિત્ય કે અકબર કોઈ કોલેજ માં ન્યાય વિશેના પાઠ ભણવા નોતા ગયા
છતાંય એમના ન્યાયનું કદ આજના કહેવાતા ન્યાયાધીશો કરતા ઊંચું હતું. ન્યાયની સમજ
હોવી અને કાયદાની સમજ હોવી એ ભિન્ન બાબત છે. તેથી, ન્યાયાધીશોની નિમણુંક સત્ય
આધારિત કોઈ કાર્ય થી થવી જોઈએ.
શિક્ષણ માં બદલાવ ની જરૂર ?
આપણું
શિક્ષણ મુર્ખાઓ અને લાલચી લોકોનું જ ઉત્પાદન વધુ કેમ કરી રહ્યું છે એનું કારણ કદાચ
આપણે ખરા અર્થમાં ચાણક્ય અને દ્રોણાચાર્ય જેવા શિક્ષકો જ આ સમાજને આપી નથી શક્યા.
તે માટે યોગ્ય શિક્ષકો તૈયાર કરી શકે તેવી એક યુનિવર્સીટી બનાવવી જોઈએ જે knowledge-oriented કરતા wisdom- oriented શિક્ષકો તેમજ સારા માણસ
બનાવતી હોવી જોઈએ. કોલેજોમાં તગડો પગાર લઈને ઘેટા બકરા કે ગધેડાઓ ની જમાતો ને પેદા કરતા આ પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓનું ઇન્ટરનલ
પરીક્ષાના નામે શોષણ કરતા રહે છે. તે માટે કોલેજ શરુ થાય તે પહેલા short term pre-college
course હોવો
જોઈએ જેમાં તેઓની ફરજો તેમજ હકોનું શિક્ષણ આપવામાં આવે અને તેઓના જીવનના ધ્યેય
નક્કી કરી શકે તે માટે મદદ કરતો કોર્ષ હોવો જોઈએ. તદઉપરાંત, તેમને ખુલ્લો મંચ
આપવામાં આવે જેથી કરીને તે કોઈપણ પ્રકાર ના અન્યાય સામે અવાજ ઉઠાવી શકે. કોલેજ માં
વિદ્યાર્થીઓ પોતાના પગભર થઇ શકે તે માટે તેમને સ્વ-નિર્ભર થવા માટે part time વ્યવસાયોની વ્યવસ્થા
હોવી જોઈએ. કેમકે આર્થિક સદ્ધરતા જ એમને સારા નાગરિક બનવા પ્રેરી શકશે.
જાપાન ના શિક્ષણ માં પ્રાથમિક શિક્ષણ માં high qualified શિક્ષકો લેવામાં આવે છે
જયારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં એનાથી ઓછા qualified લેવામાં આવે છે.જયારે અહિયા વિદ્યાર્થી અને શિક્ષક
કક્ષાએ ઉલટું છે. બાળક જયારે શારીરિક કક્ષાએ સક્ષમ ન હોય ત્યારે એને દફતર નું એટલું
વજન આપવામાં આવે છે કે જાણે એને ભવિષ્ય નો મજુર બનાવવાનો ન હોય ! એ ન રીતે કોલેજ
નો સ્નાતક પણ ગર્વપૂર્વક multi national company
નો
નોકર બનવાનું પસંદ કરે છે પણ land of opportunities એટલે કે ભારત માં entrepreneur બનવાનું સપનું જોતો નથી
કારણ કે શિક્ષણમાં સપનાઓ વિષે કોઈ વાત જ નથી થતી.
અહિયા તો પોતાને ગરીબ કહેવડાવવા માટે પણ લોકો લડે છે
અને ભ્રષ્ટાચાર કરે છે.( BPL CARD માટે) એટલે કે દરેક યુવાન ને આર્થીક અને માનસિક અમીર નહી
બનાવવમાં નહી આવે ત્યાં સુધી ભુખી આત્મા ભ્રષ્ટાચાર તરફ ભાગતી રહેશે.
પક્ષના નજરિયા માં બદલાવ ?
આજના યુગનો સહુથી મોટો મુદ્દો જેના ઉપર રાજકારણ પણ
ખેલાય છે તે છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારને મૂળથી કાઢવું હશે તો રાજકીય પક્ષોએ
પોતાના એવા ઉદ્યોગો શરુ કરવા પડશે જેના નફામાંથી પક્ષ ચાલી શકે. કારણ કે પક્ષ
ચલાવવ માટે જ રાજકારણીઓને નીચેથી માંડીને ઉપર સુધી હપ્તાઓ કે ફંડ ઉધ્યોગપતીઓથી
કઢાવે છે જયારે તેના બદલામાં તેઓ પોતાના ગેરકાયદેસર કામો કઢાવે છે. જો આમ કરવામાં
આવે તો સરકાર ખરા અર્થમાં લોકો સામે પારદર્શક બની શકશે અને પોતાના કાર્યોની સાચી balance sheet લોકો સામે મૂકી શકશે.
ધર્મ ગુરુઓમાં બદલાવ ?
આપણા સંતો અને કથાકારો જો માંને તો ઘણુંબધું કામ થઇ
શકે એમ છે. જેટલો સમય તેઓ પોતાના પ્રવચનો આપવામાં પોતાનો અને લોકોનો સમયનો ઉપયોગ(
વેડફે ) કરે છે એટલા જ સમયમાં જો તેઓ લોકોને નગર કે ગામ ના સફાઈ ના કર્મ તરફ વાળે
તો ગામ અને નગર તો સ્વચ્છ બને જ પણ એમનામાં સારું કરવાની ભાવના પણ પેદા થાય છે.
પરિવર્તનની જરૂર ?
ચંદ્રકાંત બક્ષીએ જેમ કહેલું છે કે આ પ્રજા જુનું
ભૂલવાની અને નવું શીખવાની બંને તાકાત ગુમાવી ચુકી છે. તે ઘણા અંશે આપણી ન બદલાવાની
માનસિકતા ઉપર પ્રહાર છે. જો સરકાર આપણી સરકારી ઓફિસો અને સંસ્થઓ નો સમય બદલવાની પણ
જીગર કરે તો ઘણું બધું હકારાત્મક બદલાવ શક્ય છે. જો ઓફિસો નો સમય સવારે ૬ વાગ્યાથી
૧ કે ૨ સુધી નો કરવામાં આવે તો employees ઓનો અત્યારના સમયમાં જે સમય વેડફાય છે તે ન વેડફાય. સવારે મન અને શરીર સ્ફુર્ત હોવાથી કામ ચોરી
આવતી નથી અને બપોર પછી તેઓ પોતાના કુટુંબ ને સમય આપી શકશે અને તેઓ ને રૂપિયા ખર્ચ
કરવાનો પણ સમય મળી રહેતો હોવાથી તેઓનો economical, mental
અને
social
growth
ફક્ત સમય બદલવાથી થઇ શકે એમ છે. પરંતુ, પરિવર્તન ને હમેંશા બહુ મોટી કીમત ચૂકવવી
પડતી હોય છે અને તે સરકાર પોતાના સ્વાર્થ માટે ચૂકવવા માંગતી નથી.
સિસ્ટમ માં ગંભીર પરિવર્તન ?
જો દરેકદરેક સરકારી કાર્યાલયો માં CCTV CAMERAS લગાવી ને જો તેને પ્રજા
સમક્ષ તેનું સીધું પ્રસારણ કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા બીશે
અને સાચા અર્થમાં લોકશાહી કહેવાશે.
જે દિવસે રાજકારણીઓને અને સરકારી કર્મચારી ઓને સમજ
આપવામાં આવશે કે તેઓ લોકો માટે, લોકો ના અને લોકો ધ્વારા લોકોના પ્રતિનિધિ ઓ છે
ત્યારે ભારત સાચા અર્થમાં લોકશાહી દેશ બનશે અને પછી લોકો સુધી પહોંચવા માટે તમારે
બેનર કે જાહેરાત કરવાની જરૂરત નહી રહેશે પણ તેઓ તેમના સ્વ-ખર્ચે તમારા ફોટો તેમના
ઘરમાં લગાડશે અને તમને તેઓના હૃદય માં બેસાડશે .
આ
દેશને સાજો કરવા માટે કડવી દવાની જરૂર છે ન કે પંપાળ વૃત્તિની. અને તમે જ આ દેશ ને
પાછો સાચા અર્થમાં આઝાદ કરી શકશો તે આશા સહ .
No comments:
Post a Comment